Gujarat

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરતા પોલીસ કમિશનર.

રાજકોટ નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના વ્યાપાર અટકાવવા ઇસમને ડીટેઇન કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ અધિક પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વે ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા NDPS ACT-1985 તથા PIT NDPS ACT-1988 હેઠળ કાર્યવાહી કરવા અંગેની સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ કમિશનર ની સુચનાથી આવા કેસમાં દરખાસ્ત તૈયાર કરી, DGP, CID ક્રાઇમ અને રેલ્વે સમક્ષ મોકલવા સુચના કરેલ હોય આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો વેપાર ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોની આર્થીક તથા સામાજીક સુખાકારીને પાયમાલીના માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ રાષ્ટ્રને નુકશાન થતુ અટકે તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે સારૂ PIT NDPS દરખાસ્ત તૈયાર કરી, આ કાયદાની કલમ-૩ હેઠળ અટકાયતમાં લેવા હુકમ કરેલ છે. અને વોરન્ટ ઇશ્યુ કરતા હુકમની બજવણી કરવામાં આવેલ છે. યુસુફભાઇ અમીનભાઇ વાડીવાલા ઉ.૪૪ રહે.દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાટર સામે રાજકોટ વાળાને મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251018-WA0095.jpg