રાજકોટ ગેરકાયદેસર દેશી પીસ્ટલ સાથે બે ઇસમોને પકડી પાડી કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રેશાતભાઇ ચુડાસમાં, મયુરધ્વજસિંહ જાડેજા, ગોપાલભાઈ પાટીલ, નાઓને મળેલ સયુંકત હકિકત આધારે ઇસમોને દેશી પીસ્ટલ સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (1) અયાન અમીનભાઈ મુળીયા જાતે-મુસ્લીમ ઉ.૨૧ રહે.મુળ-ચીતાખાના ચોક જુનાગઢ હાલ રહે.સ્વામીનારાયણ ચોક શેરીનં.૧૩, સીટી હાઈટ્રસ એપારમેન્ટ, ફલેટ નં.૨૦૨ રાજકોટ (2) દિનેશભાઈ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા જાતે-નેપાળી ઉ.૨૬ રહે.ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપની પાછળ, વીર નર્મદ ટાઉન શીપ, બ્લોક નં.સી/૫૦૧, રાજકોટ. દેશી ભારતીય બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.૨૫૦૦૦, મહીન્દ્રા કંપનીની સ્કોપીયો નં.GJ-38-BG-0429 કિ.૧૨,૦૦,૦૦૦, એ.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS કલમ-૨૨૧, ૩૫૧, ૫૪, તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.