રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.વી.ચુડાસમા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કિશનભાઇ પાંભર તથા મહાવીરસિંહ જાડેજા તથા સંજયભાઇ અલગોતર તથા કરણભાઇ કોઠીવાળ ને મળેલ હક્કિત આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ચોરીના એક્ટીવા મોટરસાયકલ સાથે ઇસમને પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરેલ. અરૂણભાઇ નારણભાઇ ગોહેલ ઉ.૧૮ રહે-શાપર-વેરાવળ ભુમી ગેટની અંદર રાજકોટ મુળ વતન-વીરપુર તા.માંગરોડ જી.રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.