રાજકોટ-દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને ભાવનગર ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ.
રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના ગુન્હાના આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જે.એમ.કૈલા તથા P.I એસ.ડી.ગીલવા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ની ટીમ તથા સાયબર સેન્ટીનલ લેબની મદદથી અત્રે પો.સ્ટે.ના BNS ની કલમ-૩૦૮(૬), ૩૫૧(૨), ૩૧૯(૨), ૨૦૪, ૩૧૮(૪) તથા આઇ.ટી.એક્ટ ૨૦૦૦ ની કલમ-૬ મુજબ જાહેર થયેલ જે અંગે સાયબર ફ્રોડના નાણા ફેરવતા આરોપીઓને ભાવનગર ખાતેથી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. (૧) બ્રિજેશ પરેશભાઇ પટેલ ઉ.૩૬ રહે.સુભાષનગર બાપાસીતારામ પાર્ક-૧ પ્લોટ નં.૪ ભાવનગર (૨) મોહસીન સલીમભાઇ શેખ ઉ.૩૩ રહે.જોગીવાડની ટાંકી, સાંઢીયાવાડ રબ્બાની મસ્જીદ પાસે ભાવનગર (3) મહમ્મદ સોયબભાઇ અસ્લમભાઇ હલારી ઉ.૩૦ રહે.પ્રભુદાસ તળાવ, શીશુવિહાર સર્કલ, અલ રહેમત ફલેટ બ્લોક નં.જી-૨ ભાવનગર. ગુનાની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી ફરીયાદીને મની લોન્ડરીંગ તથા ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફીટ કરી જીંદગી ભર જેલમાં રહેવાની ગુન્હાહીત ધમકી આપી DIGITAL ARREST કરી બળજબરીથી ફરીયાદી પાસેથી અલગ-અલગ બેન્ક એકાઉન્ટોમાં કુલ રૂ.૮૮,૫૦,૦૨૦ ટ્રાન્સફર કરાવી લઇ કોઇ રકમ પરત ન આપી છેતરપીંડી કરી ગુનો કરેલ હોય જેમા આરોપી બ્રિજેશ પરેશભાઇ પટેલ એ IDBI BANK મા પોતાનુ કરંટ એકાઉન્ટ ખોલાવી સહ આરોપીઓ મોહસીન સલીમભાઇ શેખ તથા મહમ્દ સોયબભાઇ અસ્લમભાઇ હલારી નાઓ સાથે મળી બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ ના પૈસા મેળવી ગુન્હો આચરેલ હોય તથા આ એકાઉન્ટમા સમન્વય પોર્ટલમાં આરોપીઓ વિરૂધ્ધ અલગ-અલગ રાજ્યો મા કુલ-૧૨ જેટલી NCRP કપ્લેન નોંધાયેલી છે જે ત્રણેય આરોપીઓ ને ભાવનગરથી પડકી પાડવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.