Gujarat

રાજકોટ હરીયાણા પોલીસ સ્ટીકર મારેલ કારમાં એક યુવકનુ અપહરણ કરી હરીયાણા ભાગતા ઈસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ હરીયાણા પોલીસ સ્ટીકર મારેલ કારમાં એક યુવકનુ અપહરણ કરી હરીયાણા ભાગતા ઈસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૯/૪/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૬/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગબનનાર સુરેશભાઇ રમેશભાઇ મકવાણા રહે-રાજકોટ વાળાઓનું કાળા કલરની સ્કોર્પીયોમાં અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલ હોય, જે બનાવ બાબતે રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. BNS કલમ-૧૩૭(૨),૫૪ મુજબથી ગુન્હો રજી. થયેલ હોય જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા દ્વારા ભોગબનનારને હેમખેમ હાલતમાં અપહરણકારોના ચંગુલમાંથી મુક્ત કરાવવા અને અપહરણકારોને સત્વરે પકડી પાડવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI વી.ડી.ડોડીયા તથા એસ.વી.ચુડાસમા ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ અને બનાવ સ્થળની આજુ-બાજુના CCTV આધારે સ્કોર્પીયો ફોર વ્હિલ કાર હરીયાણા પાસીંગની રજી.નં.HR-11-R-5851 વાળી હોવાનું જાણવા મળેલ હોય, જેથી અપહરણકારો રાજકોટથી હરીયાણા તરફ જવાની પુરેપુરી શક્યતા રહેલ હોય જેથી સ્ટેટ કંટ્રોલરૂમ મારફતે ગુજરાતના બોર્ડર જીલ્લાઓને તાત્કાલીક ધોરણે જાણ કરી એલર્ટ આપવામાં આવેલ તેમજ આ કામે ભોગબનનાર તથા અપહરણકારોને શોધી કાઢવા સારૂ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી પ્રયત્નશીલ હોય તે વખતે ખાનગીરાહે હકીકત મળેલ કે, આ કામે અપહરણકારો ભોગબનનારનું અપહરણ કરી સ્કોર્પીયોમાં જામનગર-અમૃતસર ભારતમાલા હાઇ-વે ઉપર રાજસ્થાન તરફ જતા હોવાની માહિતી મળતા ભારતમાલા હાઇ-વે રોડ ઉપર લાગતા તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનો તેમજ LCB/SOG ને જાણ કરવામાં આવેલ તેમજ DCB પો.સ્ટે.ની ટીમના માણસો ભારતમાલા હાઇ-વે ઉપર વોચ તપાસમાં હોય અને માવસરી પો.સ્ટે. તથા થરાદ પો.સ્ટે.ની હદ બાદ રાજસ્થાન રાજ્યની હદ શરૂ થતી હોય જેથી બંન્ને થાણા ઇન્ચાર્જઓને બનાવ બાબતે માહિતગાર કરી, સંકલનમાં રહી હાઇ-વે ઉપર જરૂરી નાકાબંધી કરવા સમજ કરવામાં આવેલ જે અન્વયે થરાદ પો.સ્ટે.ના સી.પી.ચૌધરી નાઓ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તેઓને બનાવ સ્થળેથી CCTV ફૂટેજ આધારે મેળવેલ અપહરણકારોની સ્કોર્પીયો ફોર વ્હિલ તેમજ અપહરણકારોના જાણવા મળેલ નામ તથા ફોટાઓ આપવામાં આવેલ હોય જે અન્વયે અપહરણકારોની સ્કોર્પીયો કારને રોકાવી લેવામાં આવેલ અને રાજકોટ શહેર DCB પો.સ્ટે.ની ટીમના માણસો પહોંચી જઇ થરાદ પો.સ્ટે.ના સી.પી.ચૌધરી સાથે મદદમાં રહી ઉપરોક્ત ગુન્હાના ભોગબનનાર સુરેશભાઇ રમેશભાઈ મકવાણા ને અપહરણકારો પાસેથી હેમખેમ છોડાવી લઇ, થરાદ પો.સ્ટે. દ્વારા જરૂરી કાયદેસર કાર્યવાહી કરેલ હોય અને આરોપીઓ તથા મુદ્દામાલ થોરાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) નિરજ રાજેન્દ્રસિંગ ચહલ (જાટ) રહે.જોડી તા.ગોહાના જી.સોનીપત્ત હરીયાણા (૨) રાહુલ સુભાષભાઇ લઢવાળ (જાટ) રહે.મુઢલાણા તા.ખાનપુર જી.સોનીપત્ત હરીયાણા (૩) ગુલશનસિંગ રાજુસિંગ પવાર (રાવત રાજપુત) રહે.બુરીયા ખેડા તા.જી.બ્યાવર રાજસ્થાન (૪) નિરજ વજીરસિંગ દેસવાળ (જાટ) રહે.ભાખેડા તા.સફીદોન જી.જીંદ હરીયાણા (૫) નૈપાલ ઉદેસિંહ પવાર (રાજપુત) રહે.બિલીયાવાસ તા.ભીમ જી.રાસમદ રાજસ્થાન (૬) રાહુલસિંગ રમેશસિંગ ચૌહાણ (રાજપુત) રહે.બડકોચલા તા.જી.બ્યાવર રાજસ્થાન.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250429-WA0058.jpg