Gujarat

રાજકોટ ગેરકાયદેસર પીસ્ટલ તથા જીવતા કાર્ટીશ તથા મેન્જીન સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ ગેરકાયદેસર પીસ્ટલ તથા જીવતા કાર્ટીશ તથા મેન્જીન સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૨૦/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચ P.I
એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.ગરચર તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનીલભાઈ સોનારા તથા હરપાલસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકિકત આધારે રાજકોટ HCJ હોસ્પીટલ પાસે જામનગર રોડ તરફ જવાના રસ્તે જાહેરમા એક ઇમસને ગેરકાયદેસરના દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ તથા મેન્જીન સાથે પકડી પાડવામાં આવેલ છે. જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા જાતે.દરબાર ઉ.૨૮ રહે-લક્ષ્મીવાડી શેરીનં-૭/૧૬ નો ખુણો રાજકોટ. (૧) દેશી બનાવટનો પીસ્ટલ-૨ કિ.રૂા.૨૦,૦૦૦ (૨) જીવતા કાર્ટીશ નંગ.૨૬ કિ.રૂ.૫૨૦૦ (૩) મેન્જીન નંગ-૫ કિ.રૂ.૧૦૦૦ કુલ કિ.રૂ.૨૬,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. રાજકોટ શહેર ભક્તિનગર પો.સ્ટે આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)(એ) તથા I.P.C કલમ-૫૦૪,૩૦૭ મુજબ I.P.C કલમ-૧૮૮ તથા GP.ACT કલમ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250420-WA0057.jpg