રાજકોટ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેર-ફેર કરતા ઇસમને પકડી કાર્યવાહી કરતી LCB ટીમ.
રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિતેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમાર નાઓની સંયુક્ત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના, કોઠારીયા રોડ શિવ ભવાની ચોક ખાતેથી આરોપીને કારમાં ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થો ભરી હેરફેર કરતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દેવેન્દ્ર કેશુરભાઇ ભારવાડીયા ઉ.૨૭ રહે.મુંજકા ગામ રામકૃષ્ણ હોસ્ટલમાં તા.જી રાજકોટ મુળ.કલ્યાણપુર દેવભુમી દ્રારકા. ડસ્ટર કાર રજી નં.GJ-12-CD-1148 કિ.૫,૦૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂની બોટલો કુલ મુદ્દામાલ રૂ.૫,૯૩,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.