Gujarat

રાજકોટ કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૨૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ સીલ્વર એવન્યુ શેરીનં.૩/૫ નો ખુણો મકાન નંબર-૫૬ માંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૩૬૨ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. કિશોરસિંહ ગજરાજસિંહ જાડેજા ઉ.૫૬ રહે.કાલાવાડ રોડ પરીમલ સ્કુલ પાછળ સીલ્વર એવન્યુ શેરીનં.૩/૫ નો ખુણો મકાન નંબર-૫૬ રાજકોટ. ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૩૬૨ કિ.રૂા.૫,૯૦,૩૧૫ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250821-WA0060.jpg