Gujarat

રાજકોટ પ્રતિબંધીત રોલીંગ પેપર તથા ગોગો સ્મોકીંગ કોન નું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ પ્રતિબંધીત રોલીંગ પેપર તથા ગોગો સ્મોકીંગ કોન નું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.

રાજકોટ શહેર તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજયમા સગીર/યુવાઓ દ્વારા અલગ-અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામા આવતો હોય જે પદાર્થની અંદર ટાઇનીયમ ઓકસાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશીયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા કલોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થથી બનતો હોય જે માનવ સ્વાસ્થય માટે ખુબ હાનિકારક હોય જેથી આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજયમા આવેલ પાન પાર્લર, ચાની દુકાન, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમા વેચાણ ન થાય તે માટે સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવેલ છે. જે જાહેરનામાની કડક અમલાવારી કરાવવા અને આવા પ્રતિબંધીત વસ્તુઓનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એમ.કે.મોવલીયા તથા એલ.સી.બી.ઝોન-૧ ટીમના સ્ટાફના માણસો પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મનરુપગીરી ગૌસ્વામી તથા હરેશભાઇ પરમાર તથા જગદીશસિંહ પરમાર નાઓને મળેલ હકીકત આધારે નવાગામ જકાતનાકાની સામે આવેલ દ્રારકાધીશ પાનની દુકાન ખાતેથી આરોપીને પ્રતિબંધીત વસ્તુઓ ગોગો સ્મોકીંગ કોન તથા રોલીગ પેપર નુ વેચાણ કરતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, અર્જુન રેવાભાઇ બોસરીયા ઉ.૨૪ રહે.માલધારી સોસા વ્રજ ભુમી શેરીનં.૩ રામપાર્ક રાજકોટ. પ્રતિબંધિત ગોગો સ્મોકીંગ કોન નંગ-૬૬ કી.રૂ.૯૯૦ કુલ મુદ્દામાલ કી.રૂ.૧૮૯૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251218-WA0045.jpg