Gujarat

રાજકોટ લોકમેળા સંદર્ભ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

રાજકોટ લોકમેળા સંદર્ભ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ.

રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટના લોકમેળા સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ, વાહનો ની પ્રવેશબંધી તથા પાર્કિંગ વ્યવસ્થા અંગે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. જે મુજબ, રેસકોર્ષ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, (૧) જુની NCC ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશ-બંધ અને બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સુધી, (૩) CID ક્રાઈમથી રૂરલ S.P ના બંગલા સુધી, (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. (૫) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી નો પાર્કિંગ રહેશે. (૬) રેસકોર્ષ રિંગ રોડ ફરતે લારી-ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની સખત મનાઈ છે. (૭) વિશ્વા ચોકથી જુની NCC ચોક સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધી તથા બંને બાજુ નો પાર્કિંગ રહેશે. (૮) મહિલા અંડરબ્રિજથી કિશાનપરા ચોક સુધી ખાનગી લકઝરી બસો માટે પ્રવેશબંધી રહેશે. આટલા રસ્તા ખુલ્લા રહેશે. (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. શ્રોફ રોડ, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક આમ્રપાલી અંડરબ્રિજથી રૈયારોડ તરફ અવર-જવર કરી શકાશે. (૨) મેળા દરમિયાન તમામ ભારે વાહનો માટે રેસકોર્ષ રિંગ રોડ પર પ્રવેશબંધી રહેશે. (૩) ખાનગી લકઝરી બસો મહિલા અંડરબ્રિજથી ટાગોર રોડ થઈને જઈ શકશે. તા.૧૪મી ઓગસ્ટે સવારે ૯ થી રાતે મેળો પૂરો ના થાય ત્યાં સુધી રેસકોર્ષ રિંગ રોડ ફરતે પાસ ધારક વાહનચાલકો ૧૦ કિ.મી.થી વધુ ઝડપે વાહનો ચલાવી શકશે નહીં. ફ્રી પાર્કિંગ સ્થળો: બસ, કાર, ટુ વ્હીલર માટે એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુના રેલ્વે પાટા સામે. કાર, મો.સા., સાયકલ માટેઃ નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, પ્રવેશ બહુમાળી ચોક, નવી કલેક્ટર કચેરી સામે, આયક વાટીકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડમાં. ટુ વ્હીલર માટેઃ બાલભવન મેઈન ગેટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર, કિશાનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યા, કિશાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ, ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ, સરકિટ હાઉસ સામે મેમણ બિલ્ડિંગ ગ્રાઉન્ડ, રૂરલ S.P ઓફિસ ના બંગલાવાળી શેરી I.B ઓફિસથી પ્રેસ સુધી, સર ગોસલીયા માર્ગ હેલ્થ ઓફિસની દિવાલ સુધી. ઓટો રિક્ષા માટેઃ કિસાનપરા ચોક, એ.જી.ઓફિસ દિવાલ પાસે ૧૫ રિક્ષા. ફોર વ્હીલર માટે- ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ. ફક્ત સરકારી વાહનો માટેઃ હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250813-WA0056.jpg