રાજકોટ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો અનુસંધાને પ્રોહી/જુગારની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સારૂ રાજકોટ શહેર ખાતે પ્રોહીના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ આગામી દિવાળી પર્વ અનુસંધાને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમા સતત અને સઘન પેટ્રોલીંગ સારુ અધીકારી/કર્મચારીઓને સુચન કરેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્કોડના ઇન્ચાર્જ એમ.જે.ધાધલ તથા કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત મળેલ કે આસ્થા ચોક પાસે આવેલ આંબેડકરનગર શેરીનં.૧૨ આંબેડકર ભવનની અંદર અશોક સીંધવ નામનો ઇસમ અંગ્રેજી દારૂનો મોટા પાયે જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા રેઇડ કરતા અશોકભાઇ સીંધવ ઈંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અશોકભાઇ ગોવીંદભાઇ સીંધવ ઉ.-૪૭, રહે.મહાત્મા ગાંધી સોસાયટી શેરીનં.૧, દેવપરા પાસે રાજકોટ. ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ રૂ.૧,૩૬,૯૨૦ મુદ્દામાલ ભકિતનગર પો.સ્ટે. IPC કલમ-૪૨૭,૪૫૨,૧૪૩ વગેરે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.