Gujarat

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોન ના જથ્થા સાથે બે ઈસમને પકડી પાડતી S.O.G શાખા.

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોન ના જથ્થા સાથે બે ઈસમને પકડી પાડતી S.O.G શાખા.

રાજકોટ શહેર તા.૧૮/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાકોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સબંધે રાજકોટ શહેર S.O.G શાખાના ઇન્ચાર્જ P.I કે.જે.કરપડા તથા એન.વી.હરીયાણી ની રાહબરી હેઠળ તા.૧૮/૭/૨૦૨૫ ના રોજ S.O.G શાખાના ફીરોજભાઇ ઇકબાલભાઈ શેખ તથા અમિતકુમાર ખિમજીભાઇ ટુંડિયા તથા કીશોરભાઇ લક્ષ્મણભાઇ ઘુઘલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજ ચડતા પહેલા જાહેરમાં માદક પ્રદાર્થ મેફેડ્રોન (M.D) ના જથ્થા સાથે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ છે. માદક પ્રદાર્થ મેફેડ્રોન (M.D) ૧૬.૪૯ ગ્રામ કિ.રૂ.૧,૬૪,૯૦૦ એક્ટીવા મોટરસાયકલ નં.GJ-03-NM-3503 કિ.રૂ.૫૦,૦૦૦ કુલ કિ.રૂા.૨,૨૯,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ (૧) અલ્પેશ રમેશભાઇ તન્ના ઉ.૩૨ રહે.શ્રી.રામ પાર્ક, મોરબી રોડ ઓવરબ્રીજ પાસે રાજકોટ (૨) અહેમદ યાકુબભાઇ જેસાણી ઉ.૩૭ રહે.ગીતાનગર ૧૦૦ વારીયા મદ્રાસાની બાજુમાં પડધરી તા.જી.રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250718-WA0023.jpg