રાજકોટ મોટરસાયકલ ચોરી કરનાર બે ઈસમોને ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૧૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે તેમજ રાજકોટ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ માણસો ખરીદી કરવા આવતા હોય તે લોકો વાહન પાર્ક કરી જતા હોય તે વાહનોની ચોરી થતી હોય જેથી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અંગે સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા ટીમના માણસો હરસુખભાઇ સબાડ તથા કૃષ્ણદેવસિંહ ઝાલા તથા પ્રશાંતભાઈ ચુડાસમાં નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ સોર્સીસ થી તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી હીરો સ્પલેન્ડર મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) જયેશ કરશનભાઈ સોલંકી ઉ.૧૮ રહે.સુખલપીપળીયા તા.જી રાજકોટ (2) અરમાન ફીરોજભાઈ પીલુડીયા ઉ.૧૯ રહે.કીંગ ફાર્મ સોસા. સુખલપીપળીયા તા.જી રાજકોટ, રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન BNS-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


