રાજકોટ નવયુગપરા નદીના કાંઠે થી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૦/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે નવયુગપરા મુસ્કાન જનરલ સ્ટોર વાળી શેરી નદીના કાંઠે થી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મનોજ કિશોરભાઈ સરવૈયા ઉ.૨૧ રહે.ભાવનગર રોડ મનહર સોસાયટી શેરીનં.૧ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિ.રૂા.૪૦,૩૮૦ બજાજ ઓટો રીક્ષા નં.GJ-03-AX-4566 કિ.રૂા.૭૦,૦૦૦ કુલ કિ.રૂા.૧,૧૦,૩૮૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


