રાજકોટ ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા તથા રાહુલગીરી ગૌસ્વામી તથા વાલજીભાઇ જાડા નાઓને મળેલ સંયુકત હકીકત આધારે રાજકોટ થી અમદાવાદ તરફ જતા હાઇ-વે રોડ ઉપર માલીયાસણ ચોકડી પાસે ખોડીયાર પાન નામની દુકાન પાસેથી ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. શીવરાજ ધીરૂભાઇ વાળા ઉ.૨૪ રહે.ફાળદંગ ગામ હનુમાન મંદીરની બાજુમાં તા.જી.રાજકોટ. દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂા.૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.