Gujarat

રાજકોટ “SAY NO TO DRUGS” ગોગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપર્સનો મોટો જથ્થો વેચાણ કરતા એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ “SAY NO TO DRUGS” ગોગો સ્મોકીંગ કોન તથા રોલીંગ પેપર્સનો મોટો જથ્થો વેચાણ કરતા એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ રાજ્યમાં સગીર/યુવાનો દ્રારા અલગ-અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઈટેનીયમ, ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનદારો વિગેરે ઉપરથી મળી રહેતા હોય છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃતિમાં વધારો થાય છે. આથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય જે બાબતે ચેકીંગ હાથ ધારી કાર્યવાહી કરવા સુચના કરેલ, SOG P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ વી.વી.ધ્રાંગુ ના માર્ગદર્શન હેઠળ તા.૧૭/૧૨/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. શાખાની ટીમ પેટ્રોલીંગ તેમજ ચેકીંગમાં હતી તે દરમ્યાન હાર્દિકસિંહ પરમાર તથા યોગેન્દ્રસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર રૈયા રોડ રામેશ્વર ચોક ‘જલારામ નાયલોન ખમણ’ નામની દુકાન ખાતે ચેક કરતા મહેશભાઇ ધીરજલાલ રાજવીર ઉ.૬૫ રહે- વેરાઇ કૃપા મકાન રામેશ્વર પાર્ક શેરીનં.૩ રૈયા રોડ રાજકોટ વાળાની દુકાન ખાતેથી રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, ફિલ્ટર ટીપ્સ, ક્રસીંગ ટ્રે વેચાણ અર્થે રાખી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૫૮,૯૨૦ જથ્થા સાથે મળી આવતા ઇસમ વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબનો ગાંધીગ્રામ-૨ પો.સ્ટેમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251218-WA0001.jpg