Gujarat

રાજકોટ “વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ “વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઇસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજુ-બાજુ દરીયાઇ વિસ્તાર આવેલ હોય જેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અનિનિયમ અનુસુચચમાં સંરચક્ષત જીવોનાા અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરા-ફેરીની ગેરકાયદેસર પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે P.I એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા તથા SOG શાખાના કર્મચારીઓ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ફીરોઝભાઇ શેખ તથા રવિરાજ ધગલ નાઓની સંયુકત રીતે ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેર આજીડેમ ચોકડી નજીક સી.ટી.બસ સ્ટોપ પાસે રાજકોટ ખાતેથી એક ઇસમને શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડી, ઇસમની પુછપરછ કરતા પોતે આ વ્હેલ માછલી ઉલ્ટી (એમ્બગ્રીસ) જીતુભાઈ સુવાળીયા કોળી રહે-શિહોર જી-ભાવનગર નાઓએ આપેલ હોય, આ વ્હેલ માછલી ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જણાવેલ હોય તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાનુ જણાવેલ. આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ FSL અધિકારી નાઓ દ્રારા પરીક્ષણ/તપાસ કરી BNSS-106 મુજબ કબ્જે કરવામાં આવેલ છે અને ઇસમની BNSS-૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વનવિભાગના અધિકારી રાજકોટ નાઓને સોપેલ છે. વિરમભાઇ મનજીભાઇ બાવળીયા ઉ-૨૭ રહે-કરીયાણા તા.બાબરા જી-અમરેલી. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) કિ.49,80,000 મોટરસાયકલ કિ.25,000 કુલ કિ.50,15,310 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251011-WA0022.jpg