Gujarat

રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી SOG (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી SOG (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના વી.વી.ધાંગુ તથા SOG શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફિરોજભાઈ રાઠોડ તથા હાર્દિકસિંહ પરમાર નાઓની સંયુકત બાતમી આધારે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા રોડ ઉપર કામધેનું ગૌશાળાની સામે જાહેર રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે ઇસમને પકડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. મુસ્તાક અયુબભાઈ માલાણી ઉ.૩૨ રહે-પોપટપરા મિયાણાવાસ ૧૫/૧૬ નો ખુણો રાજકોટ. એક દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.૧૦,૦૦૦ એક્ટીવા મોટરસાયકલ કિ.૫૦,૦૦૦ પ્ર.નગર પો.સ્ટે. ૭/૨૦૧૯ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250921-WA0062.jpg