રાજકોટ ૧૫મી ઓગસ્ટે ૧૨ વર્ષથી નાના બાળકોને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ શહેર તા.૧૩/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કરેલ નિર્ણય અનુસંધાને બાળકો ગાંધી જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ, મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ) માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન તા.૩૦/૯/૨૦૧૮ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તક અને લોકાર્પણ તા.૧/૧૦/૨૦૧૮ ના રોજ કરાયું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને તા.૧૫/૮/૨૦૨૫ સ્વાતંત્ર્ય પર્વના દિવસે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને LED સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, VIP લોંજ, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે ૭ વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. આજ સુધીમાં ૨૪૦૧ વિદેશી મુલાકાતીઓ, ૧,૦૨,૬૬૭ બાળકો સહીત ૩,૫૩,૭૦૧ મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે. રાજકોટ શહેરના ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન પરથી પ્રેરણા અને આદર્શ મેળવે તે માટે તા.૧૫/૮/૨૦૨૫ ના રોજ વધુને વધુ બાળકો આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવે તે માટે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.