Gujarat

રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી, ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી, ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત તથા વાહન ચોરી સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સંબધી તથા વાહન ચોરીના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા વિભાગ નાઓએ વાહન ચોરીના ગુન્હા ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણ શોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
ગત તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ રાજુલા ટાઉનમા હીરો કંપનીની બ્લુ કલરના પટ્ટા વાળી સ્પ્લેન્ડર પ્લસ ગાડી.જેના.રજીનં.GJ-14-BB-8175 વાળી ગાડી ને કોઇ અજણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયેલ હોય જેથી સદરહુ બનાવ ને ગંભીરતાથી લઇ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરર પી.વી.પલાસ નાઓએ સદરહુ અનડીટેક્ટ બાઇક ચોરીના ગુન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય
જે અન્વયે રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા ઇ-પોકેટ કોપ તથા હયુમ્ન સોર્સ આધારે ઉપરોક મોટરસાયકલ બાબતે પેટ્રોલીંગ દરમ્યાન સદરહુ બાઇક સાથે એક ઇસમને પકડી પાડી અને સદરહુ ગુન્હામા ગયેલ મોટરસાયકલ ને શોધી કાઢેલ અને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ

*પકડાયેલ આરોપીની વિગત*

(૧) દેવશીભાઇ ઉર્ફે દીવ્યેશ રાઘવભાઇ ઢોલા રહે.રાજુલ, વાવેરા રોડ તા.રાજુલા જી.અમરેલી

*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*
*રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા તથા ઇન્ચાર્જ પો.ઇન્સ પી.વી.પલાસ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા એ.એસ.આઇ. જગ્દીશભાઇ વિરાભાઇ રાઠોડ તથા હે.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા દ્વારા કરવામાં આવેલ છે.*

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250324-WA0009.jpg