અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરતી રાજુલા પોલીસ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ગજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સથાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષામત્મક કાર્યવાહી થાય. જે અન્વયે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા અસામાજીક પ્રવૃતિ કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લાના પોલસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગાર, શરીર સંબધી, મીલકત સંબંધી, ગેરકાયદેસર માઇનીંગ તેમજ અન્ય વારંવાર ગુન્હાઓ કરતા કુલ-૧૧૩ ઇસમોની યાદી તૈયાર કરવમા આવેલ હોય અને આ ઇસમોના ગેરકાયદેસર બાધકામ તથા જમીન ઉપર દબાણ તથા ગેરકાયદેસર વીજ જોડાણ તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર તથા અગાઉના ગુન્હાઓમા મળેલ જામીન બાદ આચરેલ ગુન્હાઓ મળ્યેથી જામીન રદની કાર્યવાહી તથા ભાડુઆત અંગેના રજીસ્ટ્રેશન ન કરેલ તો કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર અંગે પગલા લેવા અમરેલી જીલ્લા પોલીસ ને સુચના આપવામાં આવેલજે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અ સામાજીક પ્રવુતિ કરતા ઇસમોના રહેણાંક મકાને રાજુલા પોલીસ તથા રાજુલા PGVCL ટીમના કર્મચારીઓને સાથે રાખી ગેરકાયદેસર વિજ જોડાણ અંગે તપાસ કરાવતા નીચે જણાવેલ ઇસમોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વિજ જોડાણ મળતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવામા આવેલ છે.
*કાર્યવાહી કરેલ ઈસમ ની વિગત*
(૧) હીતેષભાઇ લાખાભાઇ બાબરીયા રહે.વડલી તા.રાજુલા જી.અમરેલી
(૨) નરેશભાઇ જીલુભાઇ ધાખડા રહે.વડલી તા.રાજુલા જી.અમરેલી
(૩) મહેશભાઇ મનુભાઇ ધાખડા રહે જાપોદર તા.રાજુલા જી.અમરેલી
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.ડી.ચાવડા તથા રાજુલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*




