રણછોડદાસ બાપુ આશ્રમ ટ્રસ્ટ દ્વારા નવેમ્બર મહિનામાં 11 નેત્ર ચિકિત્સા કેમ્પના આયોજનો કરવામાં આવ્યા છે. 13 નવેમ્બર સુધીમાં 4 કેમ્પ પૂરા થયા હતાં જેમાં 171 દર્દીઓની આંખની તપાસ કરી તેમાંથી 62 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર જણાવતા તેઓને વાંસદા હોસ્પિટલ ખાતે સંસ્થાના ખર્ચે લઈ જવામાં આવ્યા હતા.
ઓપરેશન પૂર્ણ કરી તમામ દર્દીઓને પોતાના ઘરે પરત પહોંચાડ્યા હતા. રણછોડદાસ બાપુ આયોજિત નેત્ર ચિકિત્સા સેવાનું સંકલન કરતા સુરત સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણી પરેશ ધકાણે જણાવ્યું હતું કે દર અઠવાડિયા અથવા અઠવાડિયામાં બેથી ત્રણ વખત સુરતમાં કેમ્પ કરવામાં આવે છે પહેલા તમામ દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવતા હતા પરંતુ હવે સંસ્થા દ્વારા વાંસદામા નવી હોસ્પિટલ કાર્યરત થતા દર્દીઓને ખૂબ જ નજીક પડતુ હોવાથી દદિઓની સંખ્યા પણ વધારે આવે છે.
વાસદામા નવી હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સુરત ના લગભગ 1200 જેટલા દર્દીઓની આંખની તપાસ કરી 225 દર્દીઓને જરૂરત જણાતા મોતિયાના ઓપરેશન થઈ ચૂક્યા છે.

