Gujarat

રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત

રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત

સુરત રાષ્ટ્રવિર દુર્ગાદાસજી રાઠોડ એવોર્ડ્સ ૨૦૨૫ સમારંભ યોજાયો ૧૩ ઓગસ્ટ ના રોજ પટેલ સમાજ ની વાડી તલાવ સામે પુણા ગામ સુરત ખાતે યોજાયો રાઠોડ સમાજ દ્વારા રાષ્ટ્રવિર વીર દુર્ગાદાસજી જયંતી ના પાવન અવસર સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે રાઠોડ સમાજ દ્વારા શહેર ની સુરક્ષા કરનાર મહિલા ૨૧ પીલીસ કર્મી નું સન્માન કરાયું અને નારી શક્તિ ને એવોર્ડ્સ એનાયત કરાયો.જે ગુજરાત નું સુરત નું ગૌરવ વધાર્યું એવા શ્રી મતિ પુષ્પાબેન સોનાર (નેશનલ વુમન પ્રેસિડેન્ટ) જેઓ એ સેવા સંપ સંગઠન રાષ્ટ્ર માટે ખુબ જ પ્રેરક કાર્ય કરેલ તેની કદરરૂપે રાઠોડ સમાજે સુપેરે નોંધ લેતા પ્રેરણા રૂપ શ્રી મતિ પુષ્પાબેન સોનાર પોતે પોતાના બાલ્ય કાળ થી લઈને આજ દિન સુધી સત્તત સમાજ સેવા ના ભેખધારી રહ્યા છે.જેઓ પોતાના સમાજ સાથે, અન્ય સમાજ ના લોકો અને દિવ્યાંગો, ગંગા સ્વરૂપ બહેનો ના લોક ઉપયોગી કાર્ય કરનાર એવા રાષ્ટ્ર પ્રેમી મહિલા તરીકે ની અનન્ય સેવા ની સરાહના કરતા એવોર્ડ્સ એનાયત થયો
શ્રી મતિ પુષ્પાબેન સોનાર સિનિયર સિટિઝન ૭૫ વર્ષ ની ઉંમરે સત્તત કાર્યશીલ રહે તે પણ અન્ય લોકો ને પ્રેરણા લેવા જેવી વાત છે.આ સમારંભ રાઠોડ સમાજ જે એકતા અને ગર્વ નુ પ્રતીક ના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં યોજાયો સંપૂર્ણ સમારંભ ના આયોજક
મુકેશભાઈ રાઠોડ દ્વારા કરાયો હતો તેમ દિનેશભાઈ જોગાણી ની યાદી માં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા