શહેરમાં બાવળા – ધોળકા માર્ગ નવો બની રહ્યો છે. જ્યાં વરસાદી પાણીનો મારો વધારે હોય તે ભાગમાં સિમેન્ટ – કોંક્રીટનો રોડ બનાવવામાં આવે છે, બાકીના ભાગમાં ડામર રોડ બનાવવામાં આવે છે. બાવળા પોલીસ સ્ટેશન સામે આરસીસી રોડ બનાવવાનો હતો ત્યાં કોન્ટ્ર્ક્ટરે લોખંડના સળિયા નાખ્યા વગર જ બારોબાર સિમેન્ટ – રેતી મિક્સ કરી નાખી દેતા હોબાળો મચી ગયો હતો.
શહેરના એક જાગૃત નાગરિકના ધ્યાનમાં આ વાત આવતા વીડિયો બનાવી વાયરલ કરતાં તંત્ર નિદ્રામાંથી જાગ્યું હતું અને કામ અટકાવ્યું હતું. પ્રા
પ્ત વિગતો મુજબ બાવળા પોલીસ સ્ટેશનથી આગળ ધોળકા રોડ ઉપર આર.સી.સી.રોડ બની રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તેના સુપરવાઇઝર દ્વારા લોખંડ નાંખ્યા વગર કપચી – રેતી – સિમેન્ટનો માલ નાંખીને બનાવતાં જાગૃત નાગરિકે તેનો વીડીયો ઉતારી કામ બંધ કરાવી દીધુ હતું.

