રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય તેજ ગતિએ શરૂ.
રાજકોટ શહેર તા.૮/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખરાબ થયેલા માર્ગો પર રિકાર્પેટિંગ, પેચવર્ક અને સમારકામની સહિતની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય જનતાને અવર-જવર દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ઘણા વિસ્તારોમાં ખાડા બુરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રિકાર્પેટિંગનું કાર્ય ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ તથા ત્રણેય ઝોનના સિટી એન્જીઓ રાઉન્ડ ઘ ક્લોક કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. શહેરના તમામ ઝોનમાં વિવિધ વિસ્તારના રસ્તાઓની રીકાર્પેટીંગની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં ચાલી રહી છે જેમાં રસ્તાની હાલત અનુસાર રિપેરિંગ, પેચવર્ક કે રિકાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી, હર્ષદ પટેલએ સેન્ટ્રલ ઝોનના રૂડા ઓફિસ પાસેના વિસ્તાર, ઈસ્ટ ઝોનના આજીડેમ પાસેના વિસ્તાર અને વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી-બાપા સીતારામ ચોક પાસેના વિસ્તારમાં ફેરણી કરી હતી. તેમની સાથે સિટી એન્જી. અતુલ રાવલ, કુંતેશ મહેતા. શ્રીવાસ્તવ તેમજ ડેપ્યુટી એન્જીઓ, સહાયક એન્જીઓ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ફીલ્ડમાં રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.





