સવિનય જય ભારત સાથે ઉપરોકત વિષયે જણાવવાનું કે જામનગર મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ શાખાના અનુસુચિત જાતિનાં સફાઈ કર્મચારીઓ ને છેલ્લા ૧૦થી ૧૨ વર્ષ સુધી અવેજી કામદાર તરીકે ફરજ બજાવે છે તે સફાઈ કર્મચારીઓને હક્ક અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય તો
(૧) જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં કાયમી સેટઅમાં જેટલી ખાલી પડેલી જગ્યા ભરવાથી કેમ વંચિત રાખવામાં આવે છે.? જે તાત્કાલીકનાં ધોરણે સેટઅપ પુરૂ કરવામાં અવેજી સફાઈ કર્મચારીઓને કાયમી નિમણુંક આપવામાં આવે.
(૨) જામનગર મહાનગરપાલિકાની વેસ્ટ શાખામાં હાલ જે વર્ષોથી એસ.એસ.આઈ ઓની ભલામણોથી બનાવેલ મુકાદમો દ્વારા જ બધા વોડમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો અને આવા મુકાદમો જ એસ.એસ.આઈ ના વચેટીયા તરીકે કામ કરી બને એસ.એસ.આઈઓ અને મુકાદમો વોડમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો તો આવા બધા માંનીતા બધા મુકાદમો તત્કાલિક છૂટા કરી જે સફાઈ કર્મચારીઓ માંથી સિનીયોરીટી પ્રમાણે કાયદેસર નિયમો પ્રમાણે કાયમી મુકાદમોની નિમણુંક ભરતી કરવામાં આવે.
(૩) જામનગર મહાનગરપાલિકાની વેસ્ટ શાખામાં જે ફીકસ સફાઈ કર્મચારીઓને વારસદાર તરીકે લેવામાં આવ્યા હતા તેઓના ૫ વર્ષ ફિક્સેશનના પુરા થઈ ગયા હોય તેવા કર્મચારીઓને પણ તત્કાલિક ધોરણે કાયમી નિમણુંક આપવામાં આવે.
(૪) જામનગર મહાનગરપાલિકાની વેસ્ટ શાખામાં ૨૦૧૭ નાં ભરતી થયેલ અવેજી સફાઈ કામદારોનાં પગારમાંથી ઈ.પી.એફ ની રકમ કાપવામાં આવેછે અને પગાર સ્લિપમાં પણ તે રકમ બતાવવામાં આવે છે પણ તે સફાઈ કર્મચારીઓના ખાતામાં ઈ.પી.એફ ની રકમ પૂરી જમાં કરવામાં નથી આવેલ જે અંગે તેઓના ખાતામાં ઓનલાઈન પણ રકમ બતાવતા નથી આવતી તો તે અંગે પણ ફોજદારી ગુનો ગણાય અને આ બાબતે અમો વારંવાર રજુઆત કરવાં છતા અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવતી માટે અમારે નાછુટકે તમામ સફાઈ કામદારો ને સાથે રાખીને આંદોલન અને હળતાલ કરવાની ફરજ પડી શકે એમ હોય જે અંગે આપને વિદીત થાઈ અને યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે સફાઈ કર્મચારીઓના હક્ક અને અધિકારો મળે એવી આપ સાહેબશ્રીને અમારા યુનિયનની લાગણી અને માંગણી છે.આભાર…