વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 28 ઓગસ્ટ ગુરુવારના રોજ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ ખાતે આવેલા શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવશે.
આ રિજનલ કોન્ફરન્સ એક બાદ એક એમ ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. આગામી સમયમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં આ કોન્ફરન્સ યોજીને રિજનલ ગ્રોથમાં તેજી લાવવા માટેના દ્વારા ખોલવામાં આવી રહ્યા છે.
આ કોન્ફરન્સ જે તે પ્રદેશમાં એક દિવસ માટે જિલ્લા કક્ષાએ યોજવામાં આવશે. જેમાં રોકાણની સંભાવનાઓ, જે તે પ્રદેશની સબળું પાસુ, તકોનો લાભ લઈ જમીની સ્તરના વિકાસને મજબૂત બનાવાશે.