પ્રભાસ પાટણમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ પુરોહિત સોમ્પુરા બ્રાહ્મણ સમાજે ધાર્મિક આયોજન કર્યું છે. 28 મેથી 3 જૂન સુધી વેણેશ્વર ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ યોજાશે.

આજે રામ મંદિરથી ભૂદેવોની બહોળી સંખ્યામાં વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી. સમાજના પ્રમુખ હેમલ ભટ્ટના જણાવ્યા મુજબ, બ્રહ્મપુરી બ્રોશ્વર મહાદેવ અને મહિષાસુરમર્દિની માતાજીના મંદિરોના જીર્ણોધાર માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

કાશીના વ્યાકરણ આચાર્ય રામનરેશજી દ્વિવેદી સવારે 9થી 1 વાગ્યા સુધી 18,000 શ્લોકોનું પઠન કરશે. બપોરે 4થી 7:30 દરમિયાન ડૉ. મહાદેવપ્રસાદ મહેતા ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવશે.

સપ્તાહ દરમિયાન કપિલજન્મ, નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રુક્મિણી પ્રાગટ્ય અને સુદામા ચરિત્રનું આયોજન થશે.
દરરોજ રાત્રે 9 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આમાં રામધુન મંડળ, ઓસમાણ મીર, દાંડિયારાસ અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલનો કાર્યક્રમ સામેલ છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક સાધુ-સંતો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત કારોબારી સભ્યો અને યુવાનો કાર્યરત છે.

