Gujarat

11 કેવી દક્ષ ફીડરમાં સમારકામ, સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

વેરાવળ શહેરમાં આવતીકાલે તા. 24 મે, શનિવારે વીજ પુરવઠામાં કાપ મૂકવામાં આવશે. પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા 11 કેવી દક્ષ ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે.

સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ વિસ્તારોમાં શિવજીનગર, આદિત્ય પાર્ક, સોલંકી ટાયરની પાછળનો વિસ્તાર, ક્રિષ્ના સોસાયટી અને નમસ્તે હોટલ પાસેનો વિસ્તાર સામેલ છે.

ઉપરાંત ફિશરીઝ કોલેજ, વિનાયક એપાર્ટમેન્ટ, પ્રમુખ નગર, બુલેટ શોરૂમ પાછળનો વિસ્તાર, શ્રીનાથજી રેસીડેન્સી, યમુના માર્કેટ અને વેરાવળ બાયપાસ વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

કોઈ ઇમરજન્સી સંજોગોમાં વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 પર સંપર્ક કરી શકાશે.

વધુમાં, નાગરિકોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાડવાની સૂચના આપવામાં આવી છે, જેનાથી વીજ અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે.