વોર્ડ નંબર 1 માં કેનાલ પાસે આવેલા મકાનોને ભૂગર્ભ ગટર તેમજ રોડ રસ્તાની નથી મળી સુવિધા..
જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા અપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, ભૂગર્ભ ગટર, કચરા સહિતની સુવિધા આપવા માગણી કરી છે. આજે જેતપુરના નવાગઢ વિસ્તારમાં કેનાલ નજીક આવેલા વોર્ડ નંબર એકમાં રહીશોએ રોડ,,ગટર સહિતનાં પ્રશ્નોને લઈને વિરોધ નોંધાયો હતો તેમ જ સૂત્રોચાર પણ કર્યા હતા નગરપાલિકા હાય હાય નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો.

એક તરફ જેતપુર ઉદ્યોગ નગરી કહેવાય છે, પરંતુ જેતપુરની હાલત ગામડાથી પણ ખરાબ છે. કારણ કે, અનેક વિસ્તારમાં બિસ્માર રોડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા સમયથી અનેક વિસ્તારની સોસાયટીનાં રહીશો નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પરંતુ તંત્રના બહેરા કાને કંઈ સંભળાતું નથી તેવા અનેક વાર

આક્ષેપો લાગી રહ્યા છે આ બાબતે લેખિત તેમજ મોખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા નાં નિર્ભર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ નાં હોઈ જેથી વિરોધ નોધાવી સૂત્રોસર કરી જેતપુર નગર નગરપાલિકાના કચેરીએ અરજી આપવામાં આવી હતી પાઠવ્યો હતો લોકોએ અનેક પ્રકારના વ્યંગ વાક્ય સાથે નગર પાલિકાનાં ભ્રષ્ટાચાર તેમજ રોડ,રસ્તા બાબતે તંત્ર અને સતાધીશો સામે આક્ષેપો કર્યા હતા

વોર્ડ નંબર એકના રહેવાસીઓના આક્ષેપ પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી કોઈપણ પાયાની સુવિધા ના પ્રશ્નો છે તેનો હલ આવ્યો નથી. અહીંથી નવાગઢ વિસ્તારમાં તેમજ સ્કૂલ અને મુખ્ય માર્ગ હોય જેથી રોડ રસ્તા અને ગટર બાબતે હવે સત્તાધીશો જાગે તેવી માંગ કરવામાં આવી હતી. આક્ષેપ પ્રમાણે અહીં છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં 35 થી 40 મકાનો આવેલા છે જેમાં ભૂગર્ભ ગટર લાઈન પણ પહોંચી નથી ને આ વિસ્તારમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવામાં આવે છે છતાં. પાયાની સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે.

