રાજકોટ મહિલા પોલીસની શી.ટીમ ખડે-પગે રોમિયો અને આવારા તત્વો ચેતી જજો.
રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના વિવિધ નવરાત્રી આયોજનોમાં મહિલા પોલીસની શી-ટીમ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ ટીમો ગરબે પણ ઘૂમે છે અને સામાન્ય લોકોમાં ભળીને શંકાસ્પદ ઇસમો પર નજર રાખે છે. આ ટીમને ઓળખવી મુશ્કેલ હોવાથી ગુનેગારોને પકડવામાં સરળતા રહેશે. રાજકોટ શહેર પોલીસે આવી પ શી-ટીમ બનાવી છે, જેમાં પોલીસ યુનિફોર્મ અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ તૈનાત રહેશે. મહિલા પોલીસની શી-ટીમમાં ફરજ બજાવતી એક અધિકારીએ જણાવ્યું કે, “દીકરીઓએ હવે ડરવાની જરૂર નથી. જો કોઈ તમને હેરાન કરે તો તરત જ શી-ટીમનો સંપર્ક કરો.” તેમણે દીકરીઓને સાવચેતી રાખવા પણ જણાવ્યું, જેમાં મોડી રાત્રે ઘરે જતા સમયે ગાડીમાં પૂરતું ઈંધણ રાખવું અને અજાણી વ્યક્તિઓ કે અવાવરું જગ્યાઓ પર જ્વાનું ટાળવા જેવીં બાબતોનો સમાવેશ થાય છે. મહિલાઓ હવે કોઈપણ ભય વગર ગરબે ઘૂમી શકે છે, કારણ કે તેમની સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.