Gujarat

સુ.નગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાને ગુલાબનું ફૂલ અપાયું

જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા અંદાજે 150થી વધુ લોકોને ગુલાબના ફૂલ આપ્યા હતા. જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનારાઓને સુરક્ષા અંગે કાળજી રાખવાની શિખામણ આપવામાં આવી હતી.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ગાંધીનગર અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025ની ઉજવણી કરાઈ રહી છે.

ત્યારે શનિવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત સુરેન્દ્રનગરના મેક્સન સર્કલ ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા લોકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે ઉલંઘન કરતા લોકોને આરટીઓ પોલીસ દ્વારા પત્રિકાઓ અપાઈ હતી.

આમ આરટીઓ અધિકારી હિતેષભાઈ ગણાત્રા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એલ.બી. બગડા તેમજ આરટીઓ-ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરતા અંદાજે 150થી વધુ લોકોને ગુલાબનું ફૂલ આપી પ્રોત્સાહિત કરાયા હતા.