Gujarat

રોટરી ક્લબ છોટી કાશી દ્રારા ચકલી દિવસ માળાઓનું વિતરણ

20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામમનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણ પ્રેમી અને સેવાકીય સંસ્થાઓ દ્રારા ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે માળાઓનુ વિતરણ કરવામાં આવે છે. વધતું તાપમાન, પ્રદૂષણ અને વૃક્ષોની ઘટતી સંખ્યાને કારણે ઘણા પક્ષીઓ, ખાસ કરીને ચકલીઓ, લુપ્ત થવાની કગાર પર છે. જો આ પરિસ્થિતિ તાત્કાલિક સુધારવામાં નહીં આવે, તો ચકલીઓને આવનારી પેઢી માત્ર ફોટા અને પુસ્તકોમાં જ જોશે. આ સંજોગોમાં જામનગરની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ છોટી છોટી તથા નવાનગર નેચર કલબ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુલાબ નગર રોડ ખાતે આવેલા સ્ટાર લાઇટ પાર્ટી પ્લોટ ખાતે સવારે ૧૧.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ.

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રોટરી ક્લબ છોટી કાશી દ્વારા નવાનગર નેચર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે કુંડા વિતરણ નો કાર્યક્રમ સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટ ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે ગુલાબ નગર ખાતે યોજવામાં આવેલ જેમાં રોટરી ક્લબ છોટી કાશી દ્વારા ૫૦૦ કુંડા નું યોગદાન આપવામાં આવેલ. જેમાં આસપાસના લોકોએ લાભ લીધો હતો. સાથે માટીના માળા લેવા આવેલા લોકોને ચકલી માટે ચણ, પાણી અને છાયડો મળે તે માટે પ્રયાસો કરવાની અપીલ કરી હતી. જેમા પ્રોજેકટ ચેરમેન જયેશભાઈ સરૈયા, પ્રેસિડેન્ટ ડો. બ્રિજેશ રૂપારેલિયા, પ્રેસિડેન્ટ નોમીની પરીનભાઈ ગોકાણી તથા વિજયભાઈ નકુમ તથા અલ્પેશભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.