સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે ઈનાલી ફાઉન્ડેશન પુનાનાં સહયોગથી દિવ્યાંગો માટે બેટરી સંચાલિત કૃત્રિમ હાથ બેસાડવાની શિબિર યોજવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રેસિડન્ટ રચના પોદ્દાર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં ઇનકમિંગ પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, આસિસ્ટન્ટ ગવર્નર મનીશ પોદાર, ડો. સુકેતુ દવે સહિત રોટરીયનો ઉપસ્થિત રહ્યાં હતાં.

