ખેડા આણંદ 18 તાલુકાના 199 ગામોમાં 147 પેટા-પુખ્ત વયના લોકો સહિત કુલ 1,477 સારસ ક્રેનનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું.
માતરના લીંબાસી અને વસ્તાણા ખાતે કૃષિ ક્ષેત્રોમાં 153 ક્રેન સાથે સૌથી મોટો સમૂહ નોંધાયો હતો.
મુખ્ય વેટલેન્ડ સમૂહોમાં ઓઝરાલ્લા-86 ક્રેન, પેરીએજ-69 ક્રેન અને ત્રાજ-65 ક્રેનનો સમાવેશ થાય છે.
ખેડા, આણંદ જિલ્લામાં તાજેતરમાં સારસ ક્રેન પક્ષી ની દસમી વાર્ષિક ગણતરી હાથ ધરવામાં આવી હતી.
વર્ષ 2025-26ની ગણતરીમાં કુલ 1,477 સારસ ક્રેન નોંધાયા છે. જે 2015-16 ના મૂળ વર્ષથી 195 ટકાનો વધારો દર્શાવે છે.
આ નોંધપાત્ર વધારો ટકાઉ સંવર્ધન પ્રયાસોની સફળતા દર્શાવે છે અને સતત નિવાસસ્થાનની સુરક્ષા તથા સામુદાયિક જોડાણ – લોકભાગીદારી નું મહત્વ રજૂ કરે છે.
આ ગણતરી અંગે યુપીએલ સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામ ના પ્રોગ્રામ મેનેજર ડો. જતિન્દર કૌરે જણાવ્યું હતું કે સારસ ક્રેનની વસ્તી અને નિવાસસ્થાને વધુ સારી રીતે સમજવા માટે અમે દર વર્ષે સારસની વસ્તી ગણતરી હાથ ધરી છે.
આ વર્ષના સર્વેક્ષણમાં સમૂહની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. આ મોટા પાયે ગણતરી એક સહયોગાત્મક પ્રયાસ હતો જેમાં 120 લોકો સક્રિય ભાગીદારી હતી જેમાં 24 ગ્રામીણ સારસ સંરક્ષણ જૂથના સ્વયંસેવકો, 31 યુપીએલ કર્મચારી સ્વયંસેવકો, સામાજિક વનીકરણ વિભાગ, નડિયાદના 8 સ્ટાફ સભ્યો, સ્વૈચ્છિક પ્રકૃતિ સંરક્ષણ ના 22 સ્વયંસેવકો અને ચાર કોલેજો-ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, વીપી સાયન્સ કોલેજ, વિદ્યાનગર, પેટલાદની-આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,એમ એસ યુનિવર્સિટી, વડોદરા), માતર તાલુકાની સરકારી શાળાના 8 શિક્ષકો અને નેચર હેલ્થ ફાઉન્ડેશન, આણંદના 6 સ્વયંસેવકો અને 18 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.