Gujarat

રાજકોટ કણકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામનું ભૂમિપૂજન કરાયું.

રાજકોટ કણકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામનું ભૂમિપૂજન કરાયું.

રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક લાભુભાઈ એન્જીનીયરિંગ કોલેજ સામે અંદાજે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સરદારધામ’ નું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, કણકોટ ખાતે કુલ-૪૦ હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટસ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો થકી સામાજિક ઉત્થાનના કાર્યો થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય સર્વ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ વાઘાણી, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા, માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીઓ તેમજ ડી.સી.પી. જગદીશ બાંગરવા, અધિક નિવાસી કલેક્ટર એ.કે.ગૌતમ, રૂડાના ચેરમેન જી.વી.મિયાણી સહિત ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250727-WA0108-1.jpg IMG-20250727-WA0107-0.jpg