Gujarat

સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો

સાવરકુંડલા શહેરમાં આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે તારીખ ૮-૩-૨૫ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે પૂ. શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના મુખેથી સત્સંગીઓ માટે અસ્ખલિત વાણીના પ્રવાહથી સત્સંગીઓ થયાં શિવભક્તિમાં તરબોળ થયા
શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાથી માનવજીવન ધન્ય બને છે.
ભગવાન આશુતોષ શિવજીની ભક્તિમાં પવિત્રતા અને નિષ્કામ ભાવ એ મુક્તિનો માર્ગ છે.
ૐ નમઃ શિવાયની ધૂન દ્વારા સમગ્ર આભામંડળમાં ભક્તિમય અને પૂર્ણ પવિત્રતાના અનેકાનેક વલયો સર્જાયા
અમરેલી ખાતે પણ તારીખ ૭-૩-૨૫ના રાત્રે ૮-૩૦ કલાકે વિશ્ર્વાસ આઈકોન ચકકરગઢ રોડ ખાતે પણ પૂ. ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો
તો ધજડી ખાતે તારીખ ૪-૩-૨૫ના રાત્રે ૮-૩૦ કલાકે સત્સંગ સમારોહ યોજાયો.
તો તારીખ ૨-૩-૨૫ ના રોજ સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટી પાસે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે રાત્રે ૮-૩૦ કલાકે પૂ ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો
માનવ જીવન સાર્થક કરવું હોય વ્યસન અને ફેશનથી મુક્ત થવું જ પડશે..
સાવરકુંડલા ખાતે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સત્સંગ આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં .પ.પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી દ્વારા ભાવિક ભક્તોને શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજન કરાવવા આવ્યું હતુ.શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાની શરૂઆત સાંજે ૮:૦૦ કરાવામાં આવી હતી.આ શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું સમાપન સવારે ૬:૦૦ થયું હતું.
સાવરકુંડલા ખાતે આવેલા પટેલ સમાજની વાડીમાં બહેનો દ્વારા શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી.૫૫૦ બહેનોએ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજામાં ભાગ લીધો હતો. બહેનો  દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાની ભક્તિ તલ્લીન થયેલ.
પૂ. ભોલાનંદ સરસ્વતીજી મહારાજની મુખેથી અસ્ખલિત પવિત્ર વાણી ઘણાં લોકોના જીવન પરિવર્તનનું માધ્યમ બને છે.
સાવરકુંડલામાં શ્રી એકલિંગજી ઉપવન વાડી, કાનજીબાપુની જગ્યા પાસે સત્સંગ સમારોહનું  તારીખ ૮-૩-૨૫ને શનિવારે રાત્રે ૮-૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું  બ.પૂ.પા.સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં અનન્ય ચરણોપાસક સદ શિષ્ય પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું સાવરકુંડલા ખાતે રાત્રિ સત્સંગ સમારોહનું આયોજન આ આયોજનમાં ખરાં અર્થમાં જેને સત્સંગીઓ કહેવાય તેવા વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજે પ્રવચન આપતાં કહ્યું હતું કે શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાથી માનવજીવન ધન્ય બને છે.ભગવાન આશુતોષ શિવજીની ભકિતમાં પવિત્રતા અને નિષ્કામ ભાવ એ મૂક્તિનો માર્ગ છે ૐ નમઃ શિવાયની ધૂન દ્વારા ભકિતમય વાતાવરણ સર્જાયું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા