THR અને મીલેટસ માંથી સરગવાનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવી.
સ્પર્ધામાં મિલેટ્સ અંતર્ગત વિજેતા થયેલ 1 થી 3 નંબર તથા THR વાનગી વિજેતા 1થી 3 નંબર ના વિજેતાઓને સર્ટી તથા ઈનામ આપવામાં આવ્યા.
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતૂન ગામ ખાતે પોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી તથા સીડીપીઓ અમીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં THR અને મીલેટસ માંથી સરગવાનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો, ગામની બહેનો, આંગણવાડી- કાર્યકરો અને સુપરવાઈઝર બહેનો એ હાજરી આપી આ સ્પર્ધામાં મિલેટ્સ અંતર્ગત વિજેતા થયેલ 1 થી 3 નંબર તથા THR વાનગી વિજેતા 1થી ૩ નંબર ના વિજેતાઓને સર્ટી તથા ઈનામ આપવામાં આવ્યા હતાં.
આમ, આ કાર્યકમ અંતર્ગત મહેમાનઓ દ્વારા વાનગી નિદર્શન કરી 1 થી 3 મીલેટ્સ તથા THR ના અલગ- અલગ વિજેતા જાહેર કર્યા હતા.
જેમાં કાર્યક્રમ અંતર્ગત હાજર રહેનાર મહેમાન હિરાભાઈ નાડોદા – તાલુકા સદસ્ય, તલાટી કમ મંત્રી, આરોગ્ય કાર્યકર તથા સીએચઓ, સુપરવાઈઝર, કાર્યકર બહેનો તથા આગેવાનોએ હાજરી આપી હતી.જેમાં THR નો ઉપયોગ કરીને બનતી વિવિધ વાનગીઓ અને તેમાં રહેલ પોષક તત્વો વિશે સમજ આપવામાં આવી હતી.તેમજ નિયમીત રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરવા સમજ આપી હતી.
રિપોર્ટર. અનિલ રામાનુજ, રાધનપુર

