Gujarat

સાવરકુંડલા નગરપાલિકા આપના દ્વારે પ્રથમ વખત સાવરકુંડલામાં લોક દરબાર

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર  ૧ માં આજરોજ ધનાબાપુ આશ્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચેરમેન અશોકભાઈ ચૌહાણ,ચીફ ઓફિસર  એચ.પી બોરડ સાહેબ તેમજ નગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોકદરબારમાં સ્થાનિક રહીશો દ્વારા ૧૫થી વધારે પ્રશ્નો મૂકવામાં આવ્યા. જેમાંથી સ્થળ પર જ અમુક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું અને બીજા પ્રશ્નોનું થોડા દિવસોમાં નિરાકરણ લાવી આપવાની ખાતરી અને બાંહેધરી આપવામાં આવી હતી.
આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખશ્ર અનિરુદ્ધસિંહ રાઠોડ, મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ ,નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, રાજુભાઈ દોશી ,અજયભાઈ ખુમાણ , ધર્મેન્દ્રભાઈ મહેતા,મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન કાપડિયા સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના આ નવતર પ્રયોગને સ્થાનિક રહીશોને દ્વારા બિરદાવ્યો હતો અને આવી જ કામગીરી કરતા રહો તેવી રહીશો દ્વારા શુભકામના આપવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા