તાત્કાલિક સ્થળ પરના હોમગાર્ડ જવાનો અને ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો.
સાવરકુંડલા તાલુકાના મોટાભમોદ્રા ગામના વતની રઘુવીરભાઈ અશ્વિનભાઈ ખુમાણ અને તેમના મીત્ર શક્તિરાજભાઈ બંને પોતાની ગેસ વાળી અલ્ટો કાર નંબર GJ 23 M 1030 લઈને પોતાના ગામ મોટાભમોદ્રા થી સાવરકુંડલા ખાતે ખરીદી કરવા આવ્યા હતા ત્યારે બપોર ના એક કલાકે ધોમધકતા તાપ માં અચાનક અલ્ટો કાર માં આગ લાગવા પામી હતી અને કાર માંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો આથી નાવલી પોલીસ ચોકી ખાતે ફરજ પર રહેલા હોમગાર્ડ જવાનો કેતન પંડ્યા અને ઈમરાન ચૌહાણ દ્વારા તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરી હતી આગ બુઝાવાના બાટલા ઓ લઈને કારમાં છાટ્યા હતા તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી અલ્ટો કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો અને કારમાં બેઠેલા બંને યુવાનો રઘુવીરભાઈ અશ્વિનભાઈ ખુમાણ અને તેમના મીત્ર શક્તિરાજભાઈ નો આબાદ બચાવ થયો હતો.

સાવરકુંડલા શહેરના નાવલી બજારમાં અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ અફરાતફરી મચાવી દીધી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો કારમાં બેસેલા બંને વ્યક્તિઓ નીચે ઉતરી જવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે આગને કારણે અલ્ટો કારને મોટું નુકસાન થયું છે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે આગ કાબૂમાં આવ્યા બાદ નુકસાન પામેલી કારને બજાર વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

