Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એ.પી.એમ.સી.માર્કેટ યાર્ડ સાવરકુંડલાના વેપારીઓ તથા સ્ટાફ મિત્રો સાથે સ્નેહ મિલન સહ સંગોષ્ટિ કાર્યક્રમ યોજાયો 

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આજરોજ એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાના વેપારી મિત્રો તથા સ્ટાફ મિત્રો સાથે સ્નેહમિલનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશ કટારીયા દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારી મિત્રો તથા સ્ટાફ મિત્રોને હોસ્પિટલના દરેક વિભાગની મુલાકાત કરવામાં આવેલ ત્યારબાદ હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓની ઝાંખી એક પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવી.
આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી , રસિકભાઈ વેકરીયા,  કરશનભાઈ ડોબરીયા, રાજુભાઈ નાગ્રેચા, મુકેશભાઈ ત્રિવેદી, વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઈ તથા વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી આરોગ્ય મંદિરની સેવાઓને શબ્દોમાં બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાના ચેરમેન તથા વેપારી મિત્રો શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને ઘણા વર્ષોથી ઘઉં,દરેક પ્રકારના મસાલા તથા જરૂરિયાત પડતી ચીજ વસ્તુઓ અને આર્થિક સહયોગ કરતા જ હોય છે. આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી  તથા વેપારી મિત્રોએ વધુથી વધુ સહાય આપવાની જાહેરાત કરેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા