Gujarat

કોબ્રા સાપનો જીવ બચાવ્યો!

સાવરકુંડલાના વાઘનાથ પરા વિસ્તારમાં એક અનોખી ઘટના બની. એક કોબ્રા સાપ પાંચ  કિલોના ગેસના બાટલામાં ફસાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી રમેશભાઈ ચૌહાણે આ બાબતની જાણ વન વિભાગને કરી.
વન વિભાગની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોએ મળીને ખૂબ જ મહેનત કરીને સાપને બચાવી લીધો. સાપને વધુ સારવાર માટે પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ થતાં જ તેને જંગલમાં છોડી મુકવામાં આવ્યો
બિપીન પાંધી સાવરકુંડલા