Gujarat

જામનગરની મોમાઈનગર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 32-50માં શાળા પ્રવેશોત્સવનું આયોજન

જામનગરની મોમાઈનગર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 32-50માં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત યોજાયેલા આ પ્રવેશોત્સવમાં પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવી કોમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અષાઢી બીજના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રિવાબા જાડેજાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. આ પહેલનો હેતુ બાળકો હસતા-રમતા શાળામાં પ્રવેશે તે છે કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો.

ધારાસભ્યએ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી, સ્માર્ટ એજ્યુકેશન અને સ્માર્ટ લર્નિંગ દ્વારા વિકાસના પંથે આગળ વધવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર, ભાજપના સંગઠનની ટીમ અને શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.