Gujarat

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલા માં શાળા કક્ષાનો “વિજ્ઞાન મેળો યોજાયો”

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલા માં શાળા કક્ષાનો “વિજ્ઞાન મેળો યોજાયો”

શ્રી એસ.વી દોશી હાઈસ્કૂલ સાવરકુંડલા માં શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. હતું આ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીની બહેનો માં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, શોધખોળની ભાવના અને નવીન વિચારો પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રહ્યો હતો. વિજ્ઞાન મેળો નો આરંભ શાળાના પ્રાંગણમાં સવારે 8 વાગ્યે થયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા, સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદી તેમજ કે.કે.હાઇસ્કુલના વિજ્ઞાન શિક્ષકો શ્રી સાગરભાઈ અને પ્રકાશભાઈ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન મેળામાં વિભિન્ન ધોરણોના વિદ્યાર્થીની બહેનોએ તેમની કલ્પનાશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારીત પ્રોજેક્ટો રજૂ કર્યા હતા.આ વિજ્ઞાન મેળા નું ભવ્ય આયોજન શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ બાલધીયા સાહેબ તેમજ શિક્ષક સાહેબ શ્રી મેહુલભાઈ મહેતા એ કર્યું હતું. આ વિજ્ઞાન મેળા માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિજેતા બહેનો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળા માં પર્યાવરણીય સંરક્ષણ,
સૌર ઊર્જાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય?,
રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,પાણી બચત મોડેલ, સ્વયંસંચાલિત ચાંદ્રયાન મોડેલ,આધુનિક ખેતી પદ્ધતિઓ,વિદ્યાર્થી બહેનોએ દરેક પ્રોજેક્ટની પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત અને તેનું વાસ્તવિક જીવનમાં ઉપયોગ શું હોઈ શકે તેની સમજણ પૂર્વક માહિતી આપી હતી. આ વિજ્ઞાન મેળા માં પ્રદર્શનોને ચિત્ર, મોડેલ, ગ્રાફ અને ડેમો દ્વારા ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યા હતા.આ મેળામાં વિદ્યાર્થી બહેનોએ સ્વયંમ બનાવેલા મોડેલ, પ્રયોગો અને પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ વિજ્ઞાન મેળા ને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ વિધાર્થીની બહેનો ને માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થી બહેનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવામાં મદદરૂપ થયા હતા. વિજ્ઞાન મેળાના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ માટે ઈનામો પણ આપવામાં આવ્યા હતા.શાળાએ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થી બહેનોના સર્વાંગી વિકાસ માટે પ્રશંસનીય કામગીરી બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા,મેનેજિંગ ટ્રસ્ટ મુકુંદભાઈ નાગ્રેચા, શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.એમ રવિભાઈ જોષી ની એક યાદી માં જણાવેલ છે.

IMG-20250922-WA0004-1.jpg IMG-20250922-WA0005-0.jpg