આ કાર્યક્રમ નુ ઉદ્ઘાટન માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા રિબિન કાપીને કરવામા આવેલ સાથે શિક્ષણ ગણ રહેલ હતો,
આ આયોજનમા ગ્રામ્ય લેવલથી છે છેવાડાના બાળકો દ્વારા વિજ્ઞાન મેળામા સુંદર કૃતિઓ પ્રદર્શિત કરવામા આવેલ હતી તેમજ પુસ્તક મેળામા વિઘાર્થીઓ ને ઉપયોગી તેમજ મહા પુરુષો ના જીવન ચરિત્ર ની જાણકારી મળી રહે તેવા પુસ્તકો રાખવામા આવેલ અને આ હાલ આ ઇલેક્ટ્રોનિક તેમજ મોબાઇલ ના યુગ મા લોકો પુસ્તક ના વાંચનથી દુર થઈ રહ્યા હોય તેમાટે પુસ્તક મેળાના આયોજન ની ખાસ જરૂર છે.

તેમજ ફન ફેર મેળામાં વિઘાર્થીઓ દ્વારા જ બનાવેલી પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવેલ આ વાનગીઓ એકબીજા વિઘાર્થીઓ તેમજ શિક્ષણ ગણ વાલીઓ સ્ટોલ પર જઇને વાનગીઓ નો સ્વાદ માણીને વિઘાર્થીઓને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા આવા મેળાઓ વિઘાર્થીઓને જીવનમા બહુજ ઉપયોગી થાય છે.
આ કાર્યક્રમ ને નિહાળવા વિઘાર્થીઓ તેમજ વાલીઓ ઉમટી પડયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય આનંદ સાહેબ તન્ના તેમજ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.
રિપોર્ટર/ વિનુભાઇ મેસવાણીયા માંગરોળ