રાજકોટ શહેરમાં પશુબલી કરનારા સામે પોલીસ ફરીયાદ દાખલ કરતું વિજ્ઞાન જાથા.
રાજકોટ શહેર તા.૨૦/૫/૨૦૨૫ ના રોજ રાજકોટના ભાગોળે ગોંડલ ચોકડી પાસે, શિવ હોટલ પાછળની શેરીમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા, મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં ૨૧ પશુબલીમાં ૧૦ બોકળાની પશુબલી અને ૧૧ ની પશુબલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઉભું થયું હતું. ભુવા સહિત પાંચ સામે વિધિવત ફરીયાદ નોંધવામાં આવી હતી. માનતાના નામે પશુ-પક્ષીની બલિ અટકાવવાની દેશવ્યાપી ઝૂંબેશ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે. જાથાના કાર્યાલયે રવિવારે આખો દિવસ ટેલીફોન ઉપર દેવીપૂજકના સમાજ સુધારકે ફોન કરી માહિતી આપી હતી. તેમાં દેવીપૂજક સમાજે ગોંડલ ચોકડીની આગળ ધાર્મિક સ્થાન અને માંડવામાં ૨૧ પશુબલી થવાની છે. આશરે ૧૦૦૦ શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે તે પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીની મંજુરી મળે તે બોકળાની બલી ચડાવાના છે. ભુવા હકુભાઈ સહિતની નામાવલી આપવામાં આવી હતી. આખી રાત ડી.જે.માંડવો, ધૂણવાનું, ડાકલા વગાડવામાં આવશે. સોમવાર પરોઢે સામુહિક બોકળાનો વધ કરી પ્રસાદ બનાવવામાં આવશે. આગેવાને અમો પશુ બલીમાં માનતા નથી. અમારું નામ જાહેર કરશો નહિ. પુરાવા મોકલશું દાખલો બેસે તેવી જાથા કાર્યવાહી કરે તેવી વાત કરી હતી. બોકળા, ધાર્મિક સ્થાન, છરી, ધારદાર કટાર, ચપ્પુ, વાસણના ફોટા મોકલાવ્યા હતાં. રાત સુધીની ગતિવિધિ જાથાને મોકલી હતી. પશુબલી અટકાવવાનો આગ્રહ રાખ્યો હતો. બોકળાને વારા ફતરી લાવી માતાજીની મંજુરી લેવામાં આવશે. બોકળાના કાનનો અમુક ભાગ કટકો કાપી માતાજીનાચરણોમાં મુકવામાં આવશે. દાણા જોઈ મંજુરી પછી કાપવા વાળા તૈયાર રાખવામાં આવ્યાં છે. એક ઘા મારવાથી ધડ અલગ થઈ જાય તેવા માતાજીના ભકતો રાખવામાં આવ્યાં છે. મોટાભાગના બોકળાનો પ્રસાદ માટે આતુરતા ધરાવે છે. સ્થળ ઉપર વિડિયોગ્રાફી મોકલવામાં આવી હતી. વિજ્ઞાન યુગમાં પશુબલીમાં માનતા નથી. અમારા પરીવારો શિક્ષણથી વંચિત હોય જડ વલણ અપનાવવામાં આવે છે. સમાજમાં ભુવાઓનું વર્ચસ્વ હોય વિરોધ કરનારને નાત બહાર મૂકે છે. ભુવા પોતાનું ધાર્યુ રાખી પશુબલી કાયમ રહે તેવા પ્રયત્નો કરે છે. અમારો વિરોધ કોઈ ગણકારતું નથી. અમારા સમાજમાં હુમલો કરવો સામાન્ય બાબત છે. ખુલ્લી જગ્યા, ફૂટપાથ કે જેલમાં રહેવાથી કશો જ ફરક પડતો નથી તેવી માનસિકતા ધરાવે છે. જાથા અમારા સમાજમાં પરિવર્તન લાવે તેવો આગ્રહની જ વાત કરી હતી. અમારું નામ જાહેર થશે તો મોત થશે. જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ ખરાઈ કરવા મોડી રાતે પ્રવત્તિમાં સેવા આપતા સદસ્યા ભાનુબેન ગોહિલ, બે કાર્યકરોને સ્થળ ઉપર મોકલ્યાં હતાં. સમગ્ર હકીકત સત્ય માલુમ પડી હતી. પરોઢે પશુબલિ કરવાની છે. મંજુરીની તૈયારી ચાલે છે. બે-ત્રણ સ્થળે બોકળા રાખવામાં આવ્યાં છે. ડી.જે. ડાયરો જોરશોરથી ચાલતો હતો. પાડોશીઓ કે કારખાનેદારો કર્મચારીઓ કામ કરી ન શકે, સૂઈ ન શકે તેવો ઘોંઘાટ ચાલતો હતો. સવારે બલિ આપવાનું નકકી થયું હતું. જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલ સવારે પહોંચતા ૧૦ બોકળાની બલી ચઢી ગઈ હતી. તેના ડોકા–માથા બોકળાના ધાર્મિક સ્થાનમાં રાખવામાં આવ્યા હતાં. તેના ઉપર અબીલ-ગુલાલ-કંકુ, ફૂલના હાર પહેરાવવામાં આવ્યાં હતાં. વાસણોમાં મટન, લોહી, શરીરના અવશેષો પડયા છે. સાત બોકળાના માથા ધાર્મિક સ્થાનમાં ત્રણ બોકળાના માથા ફળિયાના મેદાનમાં પડયા હતા. બાજુમાં છરા, ચપ્પુ, કટાર, ધૂણવાની સાંકળ, તલવાર વગેરે પડયું હતું. ઘાતક છરા પડયાં હતાં. સદસ્યા ભાનુબેને સ્થળ ઉપરથી કંટ્રોલને જાણ કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા, તેમણે વાત કરતા જીપ્સી પોલીસ સ્ટાફ આવી ગયો. અપુરતો સ્ટાફ હોય કાયદો વ્યયસ્થા માટે આજી ડેમ પોલિસ સ્ટાફ આવી ગયો. પશુબલી મોટા પ્રમાણમાં હોય, મટનનો પ્રસાદ, બોકળાના ડોકા-ધડ હોય જાથા સાથે વાત થઈ. સમાજના માણસો આસપાસ ગોઠવાઈ ગયા હતાં. જાથાના ચેરમેન જયંત પંડયાની ટીમ પહોંચતા હાજર પોલીસ સ્ટાફ સાથે પરામર્શ કરી સમાજના આગેવાન ભુવા હકુભાઈ સાથે વાત કરી તેમણે અમો કદી પણ પશુબલી બંધ રાખવાના નથી. અમારી માનતા પ્રમાણે પશુબલી થશે જ તેવો બધાને સંદેશો આપ્યો હતો. બાદ જાથાએ પોલિસ ફરિયાદનું નક્કી કર્યું. જાથાએ ધાર્મિક સ્થાનમાં આટલી ક્રૂરતાપૂર્વકના છરા, ચપ્પા સાધનો બોકળાના ધડ વગેરેથી નારાજગી બતાવી હતી. પરંતુ ભુવાએ મચક આપી ન હતી. પોલિસ કર્મચારીઓ કાયદાની વાત કરી પરંતુ કાને ધરી ન હતી. જાથાની હાજરીમાં કશું જ ઘર્ષણ કે બોલાચાલી સુધ્ધા થઈ ન હતી. સમાજ આખો નિહાળતો હતો. કોઈએ હિંમત કરી ન હતી. ત્યાંથી પોલીસ ફરીયાદ કરવા જાથાની ટીમ ક્ષેમકુશળ નીકળીને પોલિસ સ્ટેશને પહોંચી ગઈ હતી. જયાં મહિલા સદસ્યાની ફરીયાદ લેવાનું નકકી થયું હતું. મેટોડા GIDC માં રહેતા જાથાના સદસ્યા ભાનુબેન મનસુખભાઈ ગોહિલે પોલિસ ફરીયાદમાં ભુવા હકુભાઈ મેઘજીભાઈ વાળા, મુળજીભાઈ વીરજીભાઈ સાઢમીયા, રોહિતભાઈ ભરતભાઈ સોવેશિયા, પ્રતાપભાઈ કનુભાઈ સોલંકી, અરવિંદભાઈ મુકેશભાઈ સોલંકી સામે વિવિધ કલામો હેઠળ ૬ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ છ એ શખ્સોની પોલીસે અટકાયતી પગલા લઈ ધરપકડની કાર્યવાહી કરી હતી. બપોર પછી જાથાને માહિતી મળી તેમાં દેવીપૂજક સમાજને પોલિસ સાથે ઘર્ષણ થયું, માથાકૂટ કરી, તે સંબંધી પોલિસે પોતાની રીતે કાર્યવાહી હાથમાં લીધીના સમાચાર છે. જાથાના જયંત પંડયા સાંજે ડેપ્યુટી પોલિસ કમીશ્નર જગદીશ બાંગરવાને રૂબરૂ મળી સવારથી પોલિસ કંટ્રોલ રૂમને માહિતી સંબંધી સ્તોત્ર આપ્યા હતાં. આજીડેમ પોલિસ સ્ટેશનના એ.બી.જાડેજાને રૂબરૂ મળી ફરીયાદ સંબંધી હકીકત આપી હતી. સમાજ લક્ષી કામગીરી હોય હકારાત્મક વલણ બંને પક્ષોએ રાખ્યું હતું. જાથાના પ્રયાસથી ૧૧ બોકળાની પશુબલી અટકી હતી. જાથાના કાર્યકરોને પ્રારંભે તે સ્થળે જવા દીધા ન હતા. જે ૧૦ બોકળાની પશુબલી થઈ હતી તેની ક્રુરતા પૂર્વક માનતાના નામે બલી ચડાવાય હતી. માતાજી કદી પણ જીવ હિંસામાં માનતા નથી. માતાજી તો સદૈવ જીવન બક્ષે છે. અંતમાં વિજ્ઞાન જાથાનું પશુબલી અટકાવવાનું દેશ વ્યાપી અભિયાન ચાલુ છે. છેલ્લા ૩૫ વર્ષથી ફિલ્ડ ઉપર મિશનથી કામ કરવામાં આવે છે. ન્યાય સુસંગત, તટસ્થ કામગીરી કરે છે. દેવીપૂજક સમાજ તરફ કાયમ આદર છે. શિક્ષણ, સામાજિક સુધારણા, રોજગારી, સારી જીવન પધ્ધતિમાં જાથા સદૈવ ટેકો આપશે તેની ખાત્રી આપે છે. જાણવા મુજબ હુમલાખોરો સામે કાર્યવાહી કરવા પોલિસ કટિબધ્ધ છે. જાથાના સદસ્યાએ કરેલી ફરીયાદ ન્યાયની પ્રક્રિયામાંથી નીકળશે. અત્યારે જાથાએ પશુબલિ અટકાવતા વાતાવરણ અતિ તંગ હોવાનું માનવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


