સંવેદન ગૃપ અમરેલીનું ૧૦૮ મુ અને સાવરકુંડલા રેડક્રોસ દ્વારા ૬૨૯ મુ ચક્ષુદાન લેવાયું
ખેતી કરતાં વણકર સમાજમાં સ્વજનના મૃત્યુ બાદ અનુકરણીય ચક્ષુદાન
——————————- બાબરા ખાતે વસતાં સુંદરભાઈ પીઠાભાઈ મિયાત્રા (ઉં.વ.૫૬)નું તા.૧૦-૦૭-૨૦૨૫ ગુરૂવારના રોજ અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના ભાઈઓ બાબુભાઈ, કિશોરભાઈ તથા કાંતિભાઈ તેમજ પૂત્રો ભરતભાઈ, હિતેશભાઈ તથા જીતેન્દ્રભાઈ દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. તેમણે બાબરા આરોગ્ય કેન્દ્રના માધ્યમથી અમરેલી જીલ્લા પંચાયતના ડૉ. જોષી તથા સેવાભાવી વિરાજસિંહ ઝાલાના માધ્યમથી ચક્ષુદાન માટે અમરેલી જીલ્લામાં સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ.
બાબરા રેફરલ હોસ્પિટલ ખાતે આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ, સૂરેશભાઈ ઠાકર તથા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી હતી, મિયાત્રા પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા