Gujarat

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા

અમરેલી ધારી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ના સૌરાષ્ટ્ર ઝોન-4 ભાવનગર, અને અમરેલી  જિલ્લા ના  પ્રવાસ અંતર્ગત તા. 2, 3 અને 4 ઓક્ટોબર 2025 એ વિવિધ લોહાણા મહાજનો સાથે મુલાકાત અને વિવિધ કાર્યક્રમો સાથે  ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ની મુલાકત દરમ્યાન તા. 2 ઓક્ટોબર ના રોજ ધારી ખાતે શ્રી લોહાણા મહાજન ધારી ના યજમાનપદે લોહાણા મહાજનો અને સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સાથે ચિંતન શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું.
ધારી લોહાણા મહાજન વાડી ખાતે “જ્ઞાતિ એકતા અને વિકાસ માટેની ચિંતન બેઠક” યોજાઈ હતી, જેમાં લોહાણા મહાજનો, સંસ્થાઓ, જલારામ મંદિર અને છાત્રાલયના હોદેદારો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખશ્રીએ સમાજના સંગઠન, એકતા, યુવાશક્તિના સશક્તિકરણ અને સમાજ વિકાસના માર્ગ વિશે ઉર્જાસભર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોહાણા મહાપરિષદ ની સેવાઓ અને યોજનાઓ ની માહિતી સાથે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ ના આગામી મુંબઈ ખાતે તા.30 તથા 31જાન્યુઆરી અને 1 લી ફેબ્રુઆરી ના રોજ મુંબઈ ખાતે મળનારા ભવ્ય બિઝનેસ એક્સપો અને એક્ઝિબિશન ના આયોજન અંગે પણ માહિતગાર કરી સૌને જોડાવા નિમંત્રણ પાઠવ્યું હતું.આ બેઠક શ્રી લોહાણા મહાજન ધારી ના યજમાન પદે યોજાઈ હતી જેમાં પ્રમુખશ્રી ભરતભાઈ પોપટ અને સમગ્ર ધારી મહાજન ના ટ્રસ્ટીઓ અને યુવા પ્રતિનિધિઓ અને જ્ઞાતિજનો એ જહેમત ઉઠાવી હતી.આ બેઠક માં ઉપસ્થિત મહાજનો, સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ મહાનુભાવો નું લોહાણા મહાપરિષદ વતી પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી તથા ઝોન 4 ના પ્રમુખશ્રી સુમિતભાઈ ઠક્કર ના હસ્તે કરવા માં આવ્યું હતું.
તા.2 ના રોજ સાંજે બાબરા લોહાણા મહાજન વાડી ખાતે નવનિર્મિત બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખશ્રીએ હાજરી આપી હતી
ઉદ્ઘાટન પ્રસંગે સમાજના અગ્રણીઓ, હોદેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ હર્ષોઉલ્લાસભેર યોજાયો હતો સૌએ ભારે જહેમત ઉઠાવી હતી આ સમારોહ માં મહાપરિષદ  પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, ઝોન 4 ના પ્રમુખ સુમિત ઠક્કર, અમરેલી મહાજન ના પ્રમુખ ડો ભરતભાઈ કાનાબાર,ભાવેશભાઈ સોઢા, સોનલબેન વસાણી, સંજયભાઈ વણજારા, વિશાલભાઈ સોઢા, દિનેશભાઇ રૂપારેલીયા વગેરે મહેમાનો દ્વારા જ્ઞાતિ રત્ન એવોર્ડ સેવા સાથે જોડાયેલા સૌને એનાયત કરવા માં આવ્યા હતા.
તા. 3 ઓક્ટોબર 2025 ના રોજ ઝોન-4 ના પ્રવાસ કાર્યક્રમ માં  મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, ઝોન હોદેદારો સુમિતભાઈ ઠક્કર, દિનેશભાઇ રૂપરેલીયા, ભદ્રેશભાઈ ઠક્કર, આર.સી ઠક્કર, નિલેશભાઈ મજીઠિયા, હર્ષિલભાઈ વસાણી, વૈભવ ચંદારાણા, નિશાંત ગઢિયા, વગેરે સૌ જોડાયા હતા જેમાં ચલાલા, બગસરા, કુકાવાવ, વિજપડી અને મહુવા લોહાણા મહાજનોની મુલાકાત લીધી હતી સાથે અમરેલી, સાવરકુંડલા,રાજુલા સહિતના મહાનુભાવો એ પ્રમુખશ્રી નું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.  દરેક સ્થળે મહાજનો, હોદેદારો તથા અગ્રણી સભ્યો અને જ્ઞાતિજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌને મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા સૌને એકતા, સેવા અને યુવાશક્તિ વિકાસના માર્ગ પર સંકલ્પબળ સાથે કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી.
 
સમગ્ર પ્રવાસ દરમ્યાન સૌ જગ્યાએ ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખશ્રીના માર્ગદર્શનથી સમાજના વિકાસ કાર્યોમાં નવી ઉર્જા અને દિશા મળશે તેવી ભાવના સૌએ વ્યક્ત કરી હતી.
તા.4 ના રોજ ભાવનગર આનંદનગર જલારામ મંદિર ખાતે જ્ઞાતિજનો સાથે બેઠક, લાભાર્થીઓ સાથે મુલાકાત, તેમજ આનંદનગર ખાતે આવેલ શ્રી જલારામબાપા પ્રાથમિક શાળા ના બાળકો ને ચોપડા વિતરણ નું આયોજન કરવા માં આવ્યું હતું સાથે લોહાણા વિઝન અને મિશન યુવા મીટ 2025 નું આયોજન નટરાજ હૉલ કાળિયાબીડ ખાતે કરવા માં આવ્યું હતું. જેમાં યુવા ભાઈઓ બહેનો બહોળી સંખ્યા માં જોડાયા હતા.
મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ની ઝોન 4 ની સતત પાંચમી મુલાકાત હોય સૌએ ઉત્સાહ અને ઉમળકા થી ઠેર ઠેર તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રવાસને સફળ બનાવવા ઝોન-4 ના અધ્યક્ષશ્રી, મહાજનો તથા સેવાભાવી કાર્યકરોનો વિશેષ સહકાર મળ્યો હતો શ્રી લોહાણા મહાપરિષદ – સૌરાષ્ટ્ર ઝોન-4 તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા