નડિયાદ શહેરમાં આવેલા કિડની હોસ્પિટલથી પારસ સર્કલ જવાના માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઇ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ગટરના ગંદા પાણી માંથી પસાર થવાનો વારો આવ્યો છે.
ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
નડિયાદના કિડની હોસ્પિટલ થી પારસ સર્કલ જવાના માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં ગટરના દૂષિત પાણી માર્ગ 100 મીટર સુધી વહી રહ્યા છે.
જોકે, આ મુખ્ય માર્ગ હોવાને લીધે શહેરીજનોની ભારે જોવા મળતી હોય છે. ત્યારે માર્ગ ઉપર છેલ્લા પાંચ દિવસથી ગટર ઊભરાવવાની સમસ્યાને લઇ રાહદારીઓને પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
ત્યારે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે આ અંગે સ્થાનિકો દ્વારા તંત્ર ને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.
ત્યારે નડિયાદ શહેરમાં થોડા દિવસ પહેલા જ ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળ્યા હતા. જેમાં કોલેરાના બે પોઝિટિવ કેસ પણ નોંધાયા હતા.
ત્યારે આ વિસ્તારમાં ઉભરાતી ગટરો ને લઈ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

