Gujarat

૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર ખાતે શક્તિ પૂજા શસ્ત્ર પૂજા

૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર ખાતે શક્તિ પૂજા શસ્ત્ર પૂજા ————————————–દામનગર શહેર માં શક્તિપીઠ ૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર પરિસર માં દૈવી અનુષ્ઠાન નવરાત્રી એ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના કાર્યકરો હોદેદારો એ શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કાર્યક્રમ યોજ્યો સમસ્ત નારોલા પરિવાર ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પરિષદ દ્વારા શક્તિપીઠ શ્રી બહુચરાજી માતાજી ના સાનિધ્ય માં શક્તિપૂજા અને શસ્ત્ર પૂજા કરી સમસ્ત નારોલા પરિવાર ના નાના મોટા મહિલા ઓ બાળકો વૃદ્ધ વડીલો સૌ કોઈ ની વિશાળ હાજરી માં શક્તિ પૂજા અને શસ્ત્ર પૂજા કરી હતી સમસ્ત નારોલા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ ના દર્શનીય નજારા વચ્ચે શક્તિપીઠ શ્રી બહુચરાજી મંદિર ખાતે શક્તિ પર્વ નવરાત્રી એ ભવ્ય રાસોત્સવ સહિત ધર્મસભર કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય પરિષદ ના હોદેદારો પધારતા નારોલા પરિવાર ના અગ્રણી ઓ યુવાનો દ્વારા સત્કાર કરાયો હતો શક્તિ પર્વ ના વંદનીય આયોજન બદલ શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર પરિસર માં યુવાનો ને સુંદર વ્યવસ્થા બદલ અભિવાદીત કરાયા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250928-WA0106.jpg